Saturday, January 10, 2009

........એનુ સર્વશ્વ મને ગમે છે.........

એની નાજુક પલકો ભીતર રહેલુ

          એ વિશ્વ મને ગમે છે,

એનુ સર્વશ્વ મને ગમે છે.

એની એ સાદી ચાલ,

ને એ ચાલ મહી નુ પ્રયોજન મને ગમે છે,

એનુ સર્વશ્વ મને ગમે છે.

રક્ત રેલાવતી એ નાળ,

ને દીલ મહી નો ધબકાર મને ગમ છે.

એનુ સર્વશ્વ મને ગમે છે.

એના મુખે નુ એ સ્મિત,

ને ક્યારેક ગાયેલુ એ ગીત મને ગમે છે,

એનુ સર્વશ્વ મને ગમે છે.

એના વાંકડીયા વાળ,

ને એનો સાદો શ્રુન્ગાર મને ગમે છે,

એનુ સર્વશ્વ મને ગમે છે.

એનો એ સંસાર,

ને એના એ સંસ્કાર મને ગમે છે,

એનુ સર્વશ્વ મને ગમે છે.

એની સાથેની એ ક્ષણ,

ને એ હરપળ મને ગમે છે,

એનુ સર્વશ્વ મને ગમે છે.

એના તન-મન નો એ મેળાપ,

ને મિલાપ સાથે નો 'મિલાપ' મને ગમે છે.

એનુ સર્વશ્વ મને ગમે છે.

---મિલાપ પટેલ(નિરમા

 મહાવિધ્યાલયા,ગણનયન્ત્ર વિભાગ)

No comments:

Post a Comment