કહેવા દો ભલે દુનીયા મુઝને
ગાંડો કહે,દુનિયા ગાંડાઓ ને જ પૂજે છે..
રહેવા દો નથી કહી શકતો હુ
દીલ ની વાત,
કારણ સ્રૂષ્ટી પદ મુજ પાસ માંગે છે..
મારા મા પણ છે એ ખાન ની આગ,
ને,મારા મા પણ ;છે એ વીર નો બાગ.
બળની એ શોધ મહિ ફળ મુઝને ભાવે છે,
ને,ક્યારેક તો અવકાશ મુજ મહિ ગ્ન્યાનપીપાષા જગાવે છે,
ક્યારેક ગાંધી તો ક્યારે ભગત હીરો લાગે છે,
પણ દિલ ખોલીને જોવુ તો ગોડસે મુજને સાલે છે,
ક્યારેક પ્યાર તો ક્યારેક પૈસા પ્યારા લાગે છે,
પણ સાચુ કહું તો બંને વિના જિન્દગી અધૂરી લાગે છે.
રામ-ક્રુષ્ણને લોકો પુજે છે એ વાત મને સતાવે છે,
પણ સાચુ કહુ તો રાવણ-સિતા ની પણ યાદ આવે છે.
અસ્તિત્વ નો પ્રશ્ન મુજને રાતે પણ જગાવે છે,
પણ સાચુ કહુ તો આવા વિચારો એજ ક્ષણે આવે છે,
વિચારુ છુ વિચારો થી જિંદગી શુ કામ બગાડુ છુ.
ને એજ વિચારો પર વિચારતા પાછો સુઇ જાઉ છુ,
પણ એ બદલાયેલી દુનિયા મા મુજને હીટલર આળોટાવે છે,
તો ક્યારેક ક્યારેક મધુ નુ સ્મિત પણ પલટાવે છે.
પલટાતા પલટાતા પાછો ક્યાંક ઝબકારો થાય છે,
ને નિંદ સખી નો મન સાથે નો 'મિલાપ' તૂટી જાય છે...
મિલાપ પટેલ(નિરમા મહાવિધાલય,ગણનયન્ત્ર વિભાગ)
The poem represents wats on my mind..and wat i am.
No comments:
Post a Comment