"શૂન્યતા વર્તાય છે"
સમુદ્ર તળે ખજાનો જણાય છે,
પણ જ્યારે મંથન પછી વિષ રેલાય છે
ત્યારે શૂન્યતા વર્તાય છે.
કોઇક ના હોવાનો અહેસાસ થાય છે,
પણ જ્યારે આલિંગન કરતા પડી જવાય છે
ત્યારે શૂન્યતા વર્તાય છે.
માન રૂપી પોટલી માનવી ની કેડે બંધાય છે,
પણ જ્યારે તાંદુલ નો કાળીયા થકી ફાકડો મરાય છે,
ત્યારે શૂન્યતા વર્તાય છે.
કોઇક ના અવગુણો ના ચોપડા ભરાય છે,
પણ જ્યારે એક ગુણ ગાતાં તોછડાઈ જવાય છે,
ત્યારે શૂન્યતા વર્તાય છે.
સર્વસ્વપણા ના વહેમ માં જીવુ તો છુ,
પણ જ્યારે આતમ સાથે 'મિલાપ' થાય છે,
ત્યારે શૂન્યતા વર્તાય છે.
--મિલાપ પટેલ(નિરમા
મહાવિધાલય,ગણનયન્ત્ર વિભાગ ).
પણ જ્યારે મંથન પછી વિષ રેલાય છે
ત્યારે શૂન્યતા વર્તાય છે.
કોઇક ના હોવાનો અહેસાસ થાય છે,
પણ જ્યારે આલિંગન કરતા પડી જવાય છે
ત્યારે શૂન્યતા વર્તાય છે.
માન રૂપી પોટલી માનવી ની કેડે બંધાય છે,
પણ જ્યારે તાંદુલ નો કાળીયા થકી ફાકડો મરાય છે,
ત્યારે શૂન્યતા વર્તાય છે.
કોઇક ના અવગુણો ના ચોપડા ભરાય છે,
પણ જ્યારે એક ગુણ ગાતાં તોછડાઈ જવાય છે,
ત્યારે શૂન્યતા વર્તાય છે.
સર્વસ્વપણા ના વહેમ માં જીવુ તો છુ,
પણ જ્યારે આતમ સાથે 'મિલાપ' થાય છે,
ત્યારે શૂન્યતા વર્તાય છે.
--મિલાપ પટેલ(નિરમા
મહાવિધાલય,ગણનયન્ત્ર વિભાગ ).
No comments:
Post a Comment