માત્ર હતો હોવાનો ભ્રમ.
શુ ખોવાઈ ગયુ?
માત્ર ખોયો હોવાનો ભ્રમ.
નીતરી રહી આંખો કે શુ,
આતમ તણો સંતાપ?
પાણીના રેલે વહેતો હુ શુ,
ઍ મૃગજળની મનવાર?
ખરી પડેલા પર્ણ અને વિસરાયેલી યાદોને,
માત્ર શુ પવન તણી સોગાત?
ઝૂરવી રહ્યો નિશદિન મુને,
ઍજ શુ પૃથ્વીનો ભરથાર?
'મિલાપ' પ્રણય ના પ્રલયની અવધિ,
માત્ર શુ ઍક પાંપણનો પલકાર.
-મિલાપ
WAH Wah Wah...
ReplyDelete