હે માનવ , તારી માનવતા ની એરણ
પર તિરાડ પડી,
જ્યારે કોઇ જનેતા ની ખોળ પર
રાખ પડી;
અહીં અંધકાર છે,
ચીથરા રક્તે લાલ છે,
રાતા પ્રકાશ ની ઝગમગાટ છે,
હે માનવ,તારી માનવતા
કસુરવાર ઠરી,
જ્યારે મદદભૂખ્યા માનવી ના
ચિત્ર માટે રાત ટળી.
અહીં કાળા માથાની ભરમાર છે,
પિત્રુ નયને ફાટ્યુ આભ છે,
હે ગુરુ તારી ગીતા આજ
કસૂરવાર ઠરી,
જ્યારે રુષી હસ્તે બાળશિશુ
ની લાશ ટળી,
પોથીઓ ની અહીં કતાર છે,
ગુરુકુળ અપરંપાર છે,
હે પોથી-માનવ તારી ધન્યતા
આજે ધરી પર ખડી,
જ્યારે ગુરુ કર્મે
પ્રગલ્ભા તણી ચીસ પડી..
મિલાપ પટેલ(નિરમા
મહાવિધાલય,ગણનયન્ત્ર વિભાગ.. )
Wednesday, April 15, 2009
Subscribe to:
Post Comments (Atom)
Nice blog dude.
ReplyDeleteshu bhai, bahu aghara shabdo vaparya che ne kain. keep it up.
ReplyDeletetry karu 6u bro. bt 'chhanda' nathi aavdata...
ReplyDeletetame time male to shikhvjo..plz..